અમરેલીના બગસરા પંથકના કાગદડી ગામે ખેડૂતના ખેતરે દીપડાના 3 બચ્ચા દેખાયા. રમેશભાઈ કનાણીના ખેતરની ઓરડીમાં દીપડાના ત્રણ બચ્ચા નજરે પડયા. દીપડાના બચ્ચા નજરે આવતા ખેડૂતે ગામના સરપંચને જાણ કરી હતી. સરપંચે જાણ કરતા વનવિભાગ તાબડતોબ ઘટનાસ્થળ પર પહોંચ્યું હતું.