મોરબી જીલ્લાના કડીયાણા ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં બાળક સહિત ત્રણ ડુબ્યા હોવાની ઘટના સામે આવી છે. જો કે, આ ઘટનામાં એક બાળકને લોકોએ બચાવ્યો છે. જ્યારે અન્ય બે વ્યક્તિની કેનાલમાં ડુબી ગયા. મામાલતદાર અને ફાયર વિભાગના અધિકારીઓને બનાવની જાણ થતા ઘટના સ્થળે પહોંચી ગયા હતા.