વાઘ રહે તેવી ગુફા પણ સંતરામપુરના જંગલમાં મળી, જુઓ Exclusive Video
મહીસાગર જિલ્લામાં વાઘ આવ્યો હોવાનું જાણ્યા બાદથી જ ફોરેસ્ટની ટીમ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે મહીસાગર જિલ્લામાં વાઘ હોવાના સમાચાર બાદ આજે ચોથા દિવસે વન વિભાગને સફળતા સાંપડી હતી. વન વિભાગને જંગલમાં એક ગુફા મળી આવી છે, જે વાઘને રહેવા માટે એકદમ અનુકૂળ છે તેવી વાત વન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જોકે, ગુફામાં વાઘ હોવાના કોઈ પુરાવા હાથ નથી લાગ્યા, તેમજ ગુફા પણ અંદર ઊંડી છે. તેથી હાલ માત્ર શક્યતા સેવાઈ રહી છે.