આજે સવારે 10 વાગે રાજ્ય મંત્રી મંડળની કેબિનેટ બેઠકની બેઠક શરૂ થશે. આ કેબિનેટની બેઠકમાં વરસાદની સ્થિતિ, પાણી ની પરિસ્થિતિ, કૃષિ વાવેતર સહિતના મુદ્દાઓની સમીક્ષા થશે. આ ઉપરાંત પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસની તૈયારીઓ અંગે સમીક્ષા તથા નવા વર્ષના બજેટમાં કરાયેલી જોગવાઇ અને ખર્ચની સમીક્ષા થશે.