હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019ના પ્રચાર માટે પીએમ મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમતિ શાહ બુધવારે ફરી એકવાર પોતાની પાર્ટીના ઉમેદવારો માટે વોટ માગવા જનતાની વચ્ચે જશે. પીએમ મોદી જ્યાં મહારાષ્ટ્રમાં 3 ચૂંટણી રેલીને સંબોધન કરશે ત્યારે અમિત શાહ હરિયાણામાં 4 ચૂંટણી રેલીને સંબોધન કરશે.