પ્રધાનમંત્રી મોદી હંમેશા બાળકોથી લઇને કલાકારો અને ઇનોવેટિવ વ્યક્તિઓને મળતાં રહે છે. પીએમ મોદી પરીક્ષાઓના સમયે બાળકોમાં પરીક્ષાના તણાવ અને ડર ઓછો કરવા દેશભરના વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરશે. પીએમ મોદી આજે વિદ્યાર્થીઓ સાથે 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમ અંતર્ગત વાર્તાલાપ કરશે. દિલ્હીના તાલકટોરા સ્ટેડીયમથી પીએમ મોદી વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે. જે આખા દેશભરની શાળાઓમાં દર્શાવવામાં આવશે. દિલ્હીના પીએમ મોદીના કાર્યક્રમમાં ગુજરાતથી પણ 40 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે. પીએમ મોદીએ ગત વર્ષે પણ બોર્ડની પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરીને વાલીઓને પણ માર્ક્સની રેસમાં બાળકને ન હોમવાની સલાહ આપી હતી.