અમદાવાદથી મહેદાવાદ રોડ પર આવેલુ વાંચ ગામ પોતાના ફટાકડાના ઉત્પાદન માટે ખૂબ જાણીતુ છે. હાલમાં જ્યારે દિવાળીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે મોટાપ્રમાણમાં ફટકડા બની રહ્યા છે. પરંતુ તહેવારના આ મોકાનો લાભ લઇને હાલમાં વિવિધ પોલીસકર્મીઓ અને બોગસ પત્રકારો, ફટાકડાના વેપારીઓને બ્લેકમેલીંગ કરીને મફતના ફટાકડા અથવાનો નાણાકીય વ્યવહાર કરવા માટે દબાણ કરી રહ્યા છે. ત્યારે ફટાકડા વિક્રેતાઓએ આ મામલે તંત્ર પાસે આવા લોકો સામે પગલા લેવાની માંગ કરી છે.