આઇએનએસના જવાનોએ પૂર્ણ કરી કઠિન સાયકલયાત્રા
જામનગર સ્થિત નેવી સેનાની પાંખ INS વાલસુરાના 6 જવાનોએ દુનિયાની અતિ કઠિન અને સાહસિક ગણાતી મનાલીથી લેહ સુધીની 580 કિલોમીટરની સાયકલ યાત્રા પૂર્ણ કરી. તેમણે છ હજારથી લઇ અઢાર હજાર ફૂટ સુધીની ઊંચાઈ સાથે પહાડોની સાયકલ યાત્રા વરસતા વરસાદ, કીચડ અને બરફીલા પહાડોમાથી પસાર થઈ માત્ર નવ દિવસમાં પૂર્ણ કરી છે. જવાનોએ દેશને પર્યાવરણ બચાવો, સાઇકલિંગથી તંદુરસ્તી તેમજ ઇન્ડિયન નેવીની જાગૃતતા અંગેનો અનોખો સંદેશ આપ્યો છે.