હાલ રાજ્યભરમાં મોટર વ્હીકલ એક્ટ લાગુ કરવામાં આવ્યો છે. RTOના નવા નિયમના અમલીકરણનો આજે ત્રીજો દિવસ છે. રાજ્યભરમાં ટ્રાફિકના નિયમોનું કડકપણે પાલન થઈ રહ્યું છે પણ ગાંધીનગરના સચિવાલયમાં જ અધિકારીઓ અને નેતાઓ ટ્રાફિકના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.