નમસ્તે ટ્રંપ: રાષ્ટ્રપતિ ટ્રંપ સામે ધૂમ મચાવશે ગુજરાતનો મણિયારો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રંપને મણિયારો રાસ અને ગુજરાતી ગરબાની ખાસ ઝલક માણવા મળશે. ગાંધીનગર જિલ્લાના ભાટ કોટેશ્વર રોડ શો દરમિયાન કોટેશ્વરના વળાંક પર બે સ્ટેજ ઉભા કરવામાં આવ્યા છે. એક સ્ટેજ પર મણિયારો રાસની રમઝટ બોલાવવામાં આવશે તો બીજા સ્ટેજ પર રાસ ગરબા રજૂ થશે. આ બંને સ્ટેજની જવાબદારી ગાંધીનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર પી.સી. દવેને સોંપવામાં આવી છે. જેમણે ZEE 24 કલાક સાથેની વાતચીતમાં તૈયારીઓની જાણકારી આપી.