સુરત અગ્નિકાંડ મામલે ફરાર આરોપી બિલ્ડર હર્ષુલ વેકરીયા અને જીજ્ઞેશ પાઘડાળની ધરપકડ
આખા દેશને જેણે હચમચાવી નાખ્યો છે તે સુરતના અગ્નિકાંડ પર હવે નેતાઓ રાજકારણ રમવા લાગી ગયા છે. રાજકારણ ગરમાયું છે. 22 માસૂમ બાળકોએ કોઈ પણ વાંક વગર પોતાના જીવ ગુમાવ્યાં. દેશે આશાસ્પદ ભવિષ્ય ધરાવતા વિદ્યાર્થીઓ ગુમાવ્યાં. આ ઘટનાને લઈને સમગ્ર રાજ્ય અને દેશમાં હાહાકાર મચી ગયો છે. જવાબદાર લોકો સામે આકરી કાર્યવાહી કરવાના સૂર ઉઠ્યા છે. જેના ક્લાસ હતા તે ભાર્ગવ બુટાણી પોલીસ રિમાન્ડમાં છે. જ્યારે જે બે આરોપી બિલ્ડરો ફરાર હતાં તેમની આજે ધરપકડ કરી લેવાઈ છે.