વડોદરાના સમા વિસ્તારમાં રહેતા અને ધોરણ 7માં અભ્યાસ કરતા પ્રેમ બોરોટે ભણવાની સાથે સાથે ઈલેકટ્રોનિક ઉપકરણો બનાવ્યા છે. પ્રેમ ધોરણ 4માં અભ્યાસ કરતો હતો ત્યારથી જ તેને ઈલેકટ્રીક ઉપકરણો બનાવવામાં રસ હતો. પ્રેમે અલગ અલગ ડ્રોન કેમેરા બનાવ્યા છે. જેમાં એમ્બુલન્સ ડ્રોન, એગ્રીકલ્ચર ડ્રોન, ફાયર ફાયટીંગ ડ્રોન, સિડબોમ્બ ડિસ્પેન્સીંગ ડ્રોન બનાવ્યા છે. સાથે જ સ્માર્ટ કાર બનાવી છે. સ્માર્ટ કારની સામે કોઈ વાહન આવે તો કાર જાતે જ સ્ટોપ થઈ જાય છે. તો પ્રેમે બ્લાઈન્ડ લોકો માટે સ્માર્ટ ટી શર્ટ, ટોપી અને બુટ પણ બનાવ્યું છે. જેમાં બ્લાઈન્ડ વ્યક્તિ ચાલતા હોય અને તેમની સામે કોઈ વસ્તુ આવી જાય તો બઝર વાગે અને તે અલર્ટ થઈ જાય...પ્રેમને ભવિષ્યમાં સાયન્ટીસ્ટ બનવું છે અને ભારત માટે કામ કરવું છે.