Unjha Lakshachandi Mahayagya: આજથી મહેસાણાના ઉંઝામાં મા ઉમિયાના જય ઘોશથી લક્ષચંડી મહાયજ્ઞનો પ્રારંભ થશે. વિશ્વભરથી 1 કરોડ જેટલા પાટીદાર સમાજના ભાવિ ભક્તો મહાયજ્ઞમાં હાજરી આપશે. મહેસાણા ઊંઝામાં આજે લક્ષચંડીની સમી સાંજે આજે પાટીદારોએ પોતાનો પાવર બતાવી દીધો હતો. એક-બે નહિ, પણ આજે 3 રેકોર્ડ મેળવી લીધા છે. આજથી ઉમાનગરી ઊંઝામાં પાટીદારો ઉમટી ગયા હોય તેવી સ્થિતિ સાથે આજે વાતવરણ ભક્તિમય બનવા ગયું હતું. લક્ષચંડી મહાયજ્ઞના એક દિવસ પહેલા જ 3 રેકોર્ડ એશિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધાઈ ગયા છે. એક સાથે 20 હજાર ફુગ્ગામાં બીજ મુકીને ઉડાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો. મોટી સંખ્યામાં મા ઉમિયાના નામનો જય ઘોશ લગાવવાનો રેકોર્ડ અને લાખનો સંખ્યામાં લાડુ બનાવવાનો રેકોર્ડ બનાવવામાં આવ્યો છે.