મહેસાણા: ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલે સીએમને પત્ર લખ્યો હતો. બિન અનામત વર્ગ અને અનામત વર્ગમાં ચાલી રહેલ LRD ભરતી મામલે પત્ર લખ્યો હતો. LRD ભરતીમાં SC, ST, OBC વર્ગના લોકો તેમજ સર્વણ સમાજના લોકો અન્યાય ના થાય તેવી માંગણી સાથે પત્ર લખ્યો હતો. કોઈપણ જાતિમાં ભેદભાવ વગર પરિપત્ર રહે તેમજ દરેકને પોતાનો હક જળવાઈ રહે એવો નિર્ણય લેવામાં આવે તેવી રજુઆત કરાઈ હતી.