સાબરમતી જેલમાંથી ખંડણીનું નેટવર્ક ચલાવતા વિશાલ ગોસ્વામીની ગેંગના 4 સાગરીતોની પૂછપરછ દરમિયાન ખુલાસાઓ થયા છે. ખંડણી લેવા માટે વિશાલ ગોસ્વામી છોટા શકીલ અને રવિ પૂજારીનું નામ ધારણ કરતો હતો. ક્રાઇમ બ્રાન્ચ આજે વિશાલ ગોસ્વામીનો જેલમાંથી કબજો લેશે. કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ મેળવ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચની ભલામણથી વિશાલ ઉપર લાગેલી કલમ 268 ગૃહ વિભાગે દૂર કરી છે.