અમદાવાદના વલ્લભ સદન રિવર ફ્રન્ટ પાસે ફન પાર્કનું આયોજન થયેલું હતું. જેની એક રાઈડમાં બેસવાનો અનુભવ કેટલાક લોકો માટે ખુબ ભયાનક રહ્યો. રાઈડની કેપેસિટી 32 હતી અને તેમાં 40 લોકોને બેસાડવામાં આવ્યાં હતાં. રાઈડ અચાનક બંધ થઈ જતા લોકોના જીવ ઊંચા થઈ ગયા હતાં. આ દુર્ઘટનામાં તમામ લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે.