ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયાનો વિડીયો થયો વાયરલ થઇ રહ્યો છે. આ વાઇરલ વીડિયોમાં ઉપલેટા કોટેજ હોસ્પિટલ તથા રોડ-રસ્તાના કામો ને લઈને રાજકારણ ગરમાયું છે. લલિત વસોયાએ પોતે જ આ વીડિયો બનાવ્યો છે. જેમાં તેમણે કામો ન થવા ઉપરાંત ભાજપનાં કેટલાક આગેવાનો કામમાં આડા ચાલતા હોવાનો દાવો પણ કર્યો છે. જો કામ થતું હોય તો તેઓ કોઇની પણ પાસે જવા માટે તૈયાર છે તેવું જણાવ્યું હતું.