પુલવામા આતંકી હુમલાના દોષિત અને પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના ચીફ મૌલાના મસૂદ અઝહરને લઈને હવે ભારતને અમેરિકાનો મજબુત સાથ મળ્યો છે. ફ્રાન્સ અને બ્રિટન બાદ અમેરિકાએ બુધવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આતંકી મસૂદ પર પ્રતિબંધ મૂકવા માટે પ્રસ્તાવ મૂક્યો છે.