એવું માનવામાં આવી રહ્યું છે કે અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન હવે ચીનની સાથે ઊંડાણપૂર્વક 'સદભાવના' વાર્તા કરી રહ્યા છે. જેથી કરીને આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સમિતિમાં વૈશ્વિક આતંકી જાહેર કરાવવા મામલે કોઈ 'સમાધાન' કાઢી શકાય. આ મામલાના જાણકાર લોકો મુજબ અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરાવવા સંબંધી પ્રસ્તાવની ભાષાને લઈને પણ ચીન સાથે વાત કરી રહ્યાં છે.