નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે દિલ્હીમાં સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન બંન્ને નેતાઓએ જાહેરાત કરી હતી કે ભારત-અમેરિકા વચ્ચે 3 બિલિયન ડોલરની ડિફેન્સ ડીલ કરી છે. તો અમેરિકી દૂતાવાસમાં ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના સીઈઓ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ તેમણે પત્રકાર પરિષદ સંબોધી હતી. હવે ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના પત્ની મેલાનિયાની સાથે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત ડિનરમાં પહોંચ્યા છે.