રાષ્ટ્રપતિ ટ્રંપ પરિવાર સાથે પહોંચ્યા આગરા, લીધી તાજમહેલની મુલાકાત
તાજમહેલની સુંદરતાથી અભિભૂત અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભ્રમણ કરવાની સાથે વિઝિટર બુકમાં લખ્યું કે, આ ભારતની શાનદાર અને વિવિધતાપૂર્ણ સંસ્કૃતિનો અમિટ દસ્તાવેજ છે. તાજમહેલ પ્રેરણા આપે છે. આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિએ પત્ની મેલાનિયા સહિત પુત્રી ઇવાન્કા અને જમાઈ જેરેડ કુશનરની સાથે આગરા એરપોર્ટ પર કલાકારોના પ્રદર્શનને નિહાળ્યો હતો. ત્યારબાદ ટ્રમ્પ અને મેલાનિયાએ તાજમહેલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન ગાઇડ નિતિન સિંહે ટ્રમ્પ દંપતિને પ્રેમના પ્રતિક સમા તાજમહેલનું ભ્રમણ કરાવ્યું હતું.