વડોદરામાં ડેન્ગયુ બેકાબુ બન્યું છે. માત્ર ત્રણ દિવસમાં જ ડેન્ગયુના કારણે 5 લોકોના મોત થતા હાહાકાર મચી જવા પામ્યો છે. વડોદરામાં જાન્યુઆરીથી અત્યાર સુધી ડેન્ગયુના 900 કેસો નોંધાયા છે જયારે 4500 થી વધુ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. વડોદરાની તમામ સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાં ખાંટલા ફૂલ થઈ ગયા છે.