વડોદરા એસ.ઓ.જી પોલીસે બાતમીના આધારે એક બોગસ તબીબને ઝડપી પાડ્યો છે, બાતમીના આધારે પોલીસે સાધના ટોકીઝની ગલીમાં ડેન્ટલ ક્લિનીક ચલાવતા હિતેશ પટેલના ત્યાં દરોડા પાડ્યા હતા, દરોડામાં પોલીસે તબીબ પાસેથી બોગસ દસ્તાવેજો અને સ્ટેમ્પ પણ જપ્ત કર્યા છે.