Video : સ્માર્ટ સિટી વડોદરામાં ડ્રેનેજની સફાઈ હવે રોબોટ કરશે
વડોદરા મહાનગરપાલિકા સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં ગટર લાઇનો ની સફાઈ માટે એક નવી વ્યવસ્થા અપનાવી રહી છે. વડોદરા મહાનગરપાલિકાએ રોબોટની ખરીદી કરવાની વિચારણા કરી રહી છે. જેના માટે છેલ્લા પાંચ દિવસથી રોબોટથી ગટરની સાફ સફાઈ કરાવી ડેમોસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. વડોદરા કોર્પોરેશન કેરલની જેન રોબોટિક્સ સ્ટાર્ટ અપ કંપનીના યુવાનો પાસે રોબોટની આચારસંહિતા બાદ ખરીદી કરશે. વડોદરાના મેયરે કહ્યું કે ડ્રેનેજની સફાઈ કરતા સમયે કેટલીકવાર કર્મચારીઓના મૃત્યુ થાય છે. રોબોટ આવ્યા બાદ કર્મચારીઓને ડ્રેનેજમાં નહી ઉતારાય.