વડોદરામાં સગીરા સાથે દુષ્કર્મનો પ્રયાસ, પોલીસે કરી 5ની ધરપકડ
વડોદરામાં વધુ એક સગીરા સાથે દુષ્કર્મના પ્રયાસની ઘટના સામે આવી છે. વડોદરાની વિશ્વામિત્રી નદી નજીક ઝાડીઓમાં લઇ જઇ સગીરા સાથે પાંચ લોકોએ દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. નરાધમોએ સગીરાના કપડા ઉતારી તેનો વીડિયો પણ બનાવ્યો હતો. તો બીજી તરફ સગીરા સાથે મારઝૂડ પણ કરી હતી. આ ઘટના બાદ રાવપુરા પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલ એક સગીર સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ વડોદરાના નવલખી મેદાનમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની હતી.