કોરોના વાયરસના કહેર વચ્ચે ચીનમાં ફસાયા ગુજરાતી વિદ્યાર્થી
ચીનના કોરોના વાયરસનો ખૌફ આખી દુનિયામાં ફેલાઈ ગયો છે. ચીનથી આ વાયરલ અનેક દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. તો ચીનમાં અત્યાર સુધી 80 લોકોના મોતનો આંકડો સામે આવ્યો છે. આવામાં ચીનથી થતા દરેક વ્યવહાર પર નજર રાખવામાં આવી રહી છે. ખાસ કરીને ચીનથી નીકળતી ફ્લાઈટમાં તમામ મુસાફરોને ચકાસવામાં આવી રહ્યાં છે. કોરોના વાયરસને પગલે ચીનમાં બદતર પરિસ્થિતિ સર્જાઈ છે. આવામાં ગુજરાતના વિવિધ શહેરોના 20 વિદ્યાર્થીઓ ચીનમાં ફસાયા છે. આ વિદ્યાર્થીઓએ વીડિયોના માધ્યમથી ભારત સરકારને અપીલ કરી છે કે તેઓને જલ્દીમાં જલ્દી અહીથી કાઢી લેવામાં આવે.