શહીદ જવાન સંજય સાધુની આજે નિકળશે અંતિમયાત્રા, વડોદરા હિબકે ચઢ્યું
આસામ ખાતે ફરજ દરમિયાન શહીદ થયેલ જવાન સંજય સાધુનો પાર્થિવ દેહ મોડી રાત્રે એરપોર્ટ ખાતે આવી પહોંચ્યો હતો. શહીદ જવાનના પાર્થિવ દેહને ફૂલોથી સજાવેલ સેનાના વાહનમાં લઈ જવાયો હતો. એરપોર્ટ ખાતે શહીદના પાર્થિવ દેહને રાજ્ય સરકાર વતી રાજ્ય કક્ષાના મંત્રી યોગેશ પટેલે શ્રદ્ધાંજલિ અર્પી હતી. શહેરના કલેક્ટર તેમજ પોલીસ કમિશનરે પણ શહીદના પાર્થિવ દેહને આપી શ્રદ્ધાંજલિ અર્પી હતી. વડોદરાના સાંસદ, મેયર, પાલિકાના વિરોધ પક્ષના નેતા, શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત વિવિધ રાજકીય આગેવાનો પણ શ્રદ્ધાંજલિ આપવા પહોંચી ગયા હતા.