વડોદરાના પાણીગેટ વિસ્તારમાં આવેલ કુંભારવાડામાં સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઇ હતી. બાઈક ધીમી ચલાવવાનું કહેતા બે કોમના ટોળા સામસામે આવી ગયા હતા અને પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારામાં એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને સમગ્ર પરિસ્થિતી પર કાબૂ મેળવ્યો હતો.