ચોમાસાને હવે ગણતરીના દિવસો બાકી છે તેમ છતાં વડોદરા કોર્પોરેશને પ્રિ-મોનસુનની કામગીરી હજી પુરી નથી કરી.જેના કારણે ચોમાસામાં લોકોને હાલાકી ભોગવવી પડશે. વડોદરા કોર્પોરેશન દ્વારા 10 જૂન સુધીમાં ચોમાસા પ્રિ-મોનસુનની કામગીરી પૂર્ણ કરી દેવાની જોગવાઈ કરવામાં આવી છે.પરંતુ હજુ સુધી શહેરના અનેક રોડ રસ્તા ઉબડ-ખાબડ અને અધૂરા જોવા મળી રહ્યા છે.