વડોદરામાં સ્કૂલ વાન ચાલકોની નફ્ફટાઈ આવી સામે, બાળકો એક કલાક સુધી અટવાયા
સ્કૂલ વાન ચાલકો બાળકોને રસ્તે રઝળતા મુકી રવાના થયા હતા. RTOના ચેકિંગના પગલે વાન ચાલકોએ બાળકોને રસ્તામાં છોડી મુક્યા હતા.સમા સાવલી રોડ પર કેનાલ પાસેની ઘટના છે જ્યાં બાળકો સ્કૂલ વાન ચાલકોની નફ્ફટાઈના શિકાર બન્યા હતા.આ ઘટનામાં 200 જેટલાં બાળકો એક કલાક સુધી અટવાયા.જેના બાદ રઝળતા બાળકોની મદદે વડોદરા પોલીસ સામેથી આવી.અને પોલીસની પીસીઆર વાનમાં બાળકોને સ્કૂલે પહોંચાડ્યા.પોલીસે આજે ફરી એક વાર વધુ 12 સ્કૂલ વાન જપ્ત કરી છે.