લોકસભા ચૂંટણી માટે 7મી મેના રોજ મતદાન થવાનું છે ત્યારે કચ્છ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર દ્વારા કચ્છની તમામ વિધાનસભા બેઠકો પર રોડ શો કરવામાં આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના અમરાવતી લોકસભાના સાંસદની ઉપસ્થિતિમાં ભુજના જાહેર માર્ગો પર વિજય સંકલ્પ રેલી યોજાઇ હતી.