બીઆરટીએસ ટ્રેક પર છાશવારે અકસ્માત (Accidents) સર્જાતા હોય છે. બીઆરટીએસની અડફેટે આવીને કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. ત્યારે આવા સમયે બીઆરટીએસ બસોના ડ્રાઈવર પર પ્રશ્નો ઉભા થાય છે. આ ડ્રાઈવર્સની સ્પીડ, ટ્રાફિક રુલ્સ (Traffic Rules) પાળતા નહિ તેવા સવાલો પણ ઉભા થાય છે. ત્યારે સુરતમાં BRTSના ડ્રાઈવરે એક વીડિયો બનાવ્યો છે, જેમાં બીઆરટીએસ ટ્રેકમાં અવરજવર કરી રહેલા લોકો દેખાઈ રહ્યાં છે. આ ટ્રેકમાં લોકો અને અન્ય વાહનોના અવરજવર પર પ્રતિબંધ છે. તેમ છતાં લોકો બિન્દાસ્ત અંદર ચાલી રહ્યા છે.