ગુજરાતમાં અમદાવાદ સીટીને પીકસમયમાં વીંધવી એટલે અર્જુંનના સાત કોઠા વીંધવા જેવી બાબત છે. અને તેમાં પણ સિગ્નલ પૂર્ણ થવાની તૈયારી હોય તે સમયે સતત હોર્ન વગાડી ધ્વની પ્રદૂષણ વધારતા લોકો મુસિબતમાં ઓર વધારો કરે છે. ત્યારે ટ્રાફીક સિન્ગન પર બીનજરૂરી હોર્ન વગાડીને ધ્વની પ્રદૂષણ કરતા તેમજ અન્ય લોકોને હેરાન કરતા લોકોને રોકવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મોર હોર્ન,મોર વેઇટ કન્સેપ્ટ હેઠળ વિચારણા શરૂ કરી છે. શું છે આ મામલો... જોઇએ આ અહેવાલમાં....