મહા વાવાઝોડાને અનુલક્ષી જીલ્લા ખેતીવાડી અધિકારીની ખેડુતોને તાકીદ આપી છે. ઉભા પાકને પિયત આપવું નહીં. આ સમય દરમ્યાન જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ ટાળવો જોઇએ. પાણી ભરાઈ રહેતાં ખેતરોમાંથી પાણીનો તાત્કાલિક નિકાલ કરવો જોઇએ. રવિ પાકોનું વાવેતર મુલતવી રાખવું જોઇએ. અને પાક કે ઘાસચારાને સલામત સ્થળે ખસેડવા તાકીદ કરી હતી.