વડોદરામાં ઉપરવાસમાં વરસાદને પગલે આજવા ડેમમાંથી પાણી છોડાતા વડોદરાના માથે ફરીથી પાણીનું સંકટ છે. ગઈકાલે વિશ્વામિત્રીની સપાટી ભયજનક લેવલ ક્રોસ કરી ગઈ હતી, જેણે કારણે રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ત્યારે હવે વડોદરામાં ફરીથી ધીમીધારે વરસાદની શરૂઆત થઈ છે. જેને પગલે વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ વિશ્વામિત્રીની સપાટી 30.25 ફૂટે પહોંચી ગઈ છે. જેને પગલે અનેક ઘરોમાં વિશ્વામિત્રી નદીના પાણી ઘૂસી ગયા છે.