ચેન્નાઇમાં પાણીની તંગી, આખુ શહેર લગભગ બંધ જેવી સ્થિતીમાં
ચેન્નાઇમાં પાણીની તંગી દિવસે દિવસે વધારે ઘેરી બનતી જાય છે. મોટા ભાગની શાળાઓએ રજા જાહેર કરી દીધી છે. કંપનીઓએ પણ પોતાનાં કર્મચારીઓને ઘરે રહીને જ કામ કરવા જણાવ્યું છે. તો બીજી તરફ હોસ્ટેલ જેવી સંસ્થાઓએ પણ વિદ્યાર્થીઓને પોતાનાં ગામમાં પરત ફરી જવા જણાવ્યું છે. શહેરનું મોટા ભાગનું જનજીવન ઠપ્પ થઇ ચુક્યું છે. પાણીનાં ટેંકર આવે ત્યારે જ લોકો રસ્તા પર જોવા મળે છે.