ખેડૂતોને તેમના ઉત્પાદનનાં પોષણક્ષમ ભાવ ન મળતા હોવાના રોદડાં રોવાને બદલે કાંઇક સ્વાવલંબી પગલા લેવામાં આવે તો તેમને જ ફાયદો થઈ શકે છે. ત્યારે આ નિશ્ચય સાથે ભાવનગર જિલ્લાનાં ૩૦ ગામનાં ખેડૂતોએ શહેરમાં વેચાણ કેન્દ્ર શરૂ કર્યું છે. જેના માધ્યમથી ખેડૂતોને પૂરતા ભાવ મળી રહે છે અને ગ્રાહકોને પ્રાકૃતિક શાકભાજી, અનાજ અને ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ બની રહ્યા છે.