રાજ્ય સહિત દેશના ઘણા રાજ્યોમાં વરસાદી આફત જોવા મળી રહી છે. ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વરસાદી પૂરે તબાહી મચાવી છે. પરંતુ વરસાદની સિઝનમાં ગાડી અથવા તો બાઇક ચલાવતી વખતે ખૂબ જ સાવધાની રાખવી જરૂરી છે. એમાં પણ ખાસ જે પણ રસ્તા પર તમે પાણી દેખાય તો એવા રસ્તા પર તરત જ એલર્ટ થઇ જજો.