ભારતીય રેલ નેટવર્ક દુનિયાનું સૌથી મોટું ચોથા નંબરનું રેલ નેટવર્ક છે. દરરોજ હજારો ટ્રેન પાટા પર સરકતી રહે છે. પરંતુ અહીં જે વાત કરવા જઇ રહ્યા છીએ તે ઘણી અલગ છે. કારણ કે, એવી જગ્યા વિશે જણાવીશું જ્યાં સળગતા પાટા પર ટ્રેન દોડે છે અને જો એ પાટા પર આગ ન લગાડવામાં આવે તો ટ્રેન ઉતરી જવાની પૂરતી શક્યતા છે.