વિંગ કમાન્ડર અભિનંદન પોતાના નવા લુકમાં, નવી સ્ટાઇલની સાથે ઉડાવ્યું મિગ 21
બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ આ જ વર્ષે 27 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાની એફ 16 ફાઈટર જેટને તોડી પાડનારા વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને એકવાર ફરીથી મિગ-21માં ઉડાણ ભરી. આ વખતે તેમની સાથે વાયુસેના ચીફ બીએસ ધનોઆ પોતે હતાં. આ અવસરે એર ચીફ માર્શલ બીએસ ધનોઆએ કહ્યું કે અભિનંદન સાથે ઉડાણ ભરવી એક સુખદ અનુભવ હતો. કારણ કે તેમને ફ્લાઈંગ કેટેગરી પાછી મળી ગઈ. દરેક પાઈલટ તે ઈચ્છતો હોય છે. હું પણ 1988માં વિમાનમાંથી ઈન્જેક્ટ કરી ગયો હતો અને મને ફ્લાઈંગ કેટેગરી પાછી મળતા 9 મહિના લાગી ગયા હતાં. અભિનંદનને તો છ મહિનાની અંદર જ આ કેટેગરી પાછી મળી ગઈ છે.