બનાસકાંઠાના જુના ડીસાના ગામે રાતના અંધારાને પણ લજવી દે તેવી ઘટના બની હતી. ગામમાં ફરતી એક માનસિક અસ્થિર મહિલાને એક યુવક ઉઠાવીને લઈ ગયો હતો. આ માનસિક અસ્થિર મહિલાને યુવક ઈકો ગાડીમાં નાખીને લઈ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ત્યારે આ બનાવથી સમગ્ર ગામમાં યુવક પ્રત્યે ફીટકારની લાગણી વરસી રહી છે. માનસિક અસ્થિર મહિલા સાથે દુષ્કર્મ થયુ હોવાની પણ આશંકા વ્યક્ત કરી છે.