આગામી 30મેના રોજ નરેન્દ્ર મોદીની શપથવિધિ યોજાવાની છે. ત્યારે શપથવિધિની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. PM મોદીની શપથવિધિમાં બિમ્સટેકના સભ્ય દેશો ભાગ લેશે.પીએમ મોદીની શપથવિધિમાં બિમ્સટેકના સભ્ય દેશોના વડાઓ ભાગ લેવા 30મી મેએ ભારત આવશે.બિમ્સટેકના સભ્ય દેશોમાં બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા, થાઈલેન્ડ, નેપાળ, ભૂતાન અને ભારતનો સમાવેશ થાય છે, મહત્વની વાત એ છે કે પાકિસ્તાન બિમ્સટેકનું સભ્ય રાષ્ટ્ર નથી.વર્ષ 2014માં પીએમ મોદીએ SAARC સમૂહના તમામ સભ્ય દેશોના વડાઓને શપથ વિધિમાં બોલાવ્યા હતા.