મા નવદુર્ગાના ચંદ્રઘંટા રૂપની આરાધનાનો અવસર. દેવી ચંદ્રઘંટાનું શરીર સોનાની જેમ કાંતિવાન છે. તેમના માથા પર ઘંટ આકારનો અર્ધચંદ્ર છે. એટલા માટે તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. તેમની દસ ભુજાઓ છે અને દસેય ભુજામાં અસ્ત્ર-શસ્ત્ર છે. દેવીએ હાથોમાં ધનુષ-બાણ, તલવાર, ત્રિશૂળ, ગદા તેમજ કમળ અને કમંડળ ધારણ કરેલાં છે. દેવીના કંઠમાં સફેદ પુષ્પની માળા અને મસ્તક પર રત્નજડિત મુગટ વિદ્યમાન છે. દેવી ચંદ્રઘંટા ભક્તોને અભય વરદાન આપનારી અને પરમ કલ્યાણકારી છે.