સમગ્ર પૂર્વોત્તર ભારતના પહાડી વિસ્તારોમાં સતત બરફ વર્ષા ચાલુ થઈ છે.. જેના કારણે જ્યાં જુઓ ત્યાં માત્ર બરફ જ બરફ જોવા મળી રહ્યો છે... એવું લાગી રહ્યું છે જાણે જમીનથી લઈને આકાશ સુધી કોઈએ બરફની સફેદ ચાદર પાથરી દીધી હોય... શું રસ્તા, શું ઘર, શું દુકાન અને શું મકાન બધું જ બરફથી ઢંકાઈ ગયું છે... સતત થઈ રહેલી બરફ વર્ષાથી ન્યૂનતમ તાપમાન ઝીરો ડિગ્રીથી પણ નીચે ચાલ્યું ગયું છે... પહાડો પર સતત થઈ રહેલી ભારે હિમવર્ષાના કારણે પહાડી વિસ્તારોની સાથે સાથે મેદાની વિસ્તારોમાં પણ હાડ થીજી જાય તેવી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે..