પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલતો એક્સ-રે
અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં વરસાદ થતાની સાથે જ તંત્રની પોલ ખુલી છે. અનેક જગ્યાએ રોડ બેસી ગયાના બનાવો બન્યા છે, તો કેટલીક જગ્યાએ પ્રિ-મોનસૂન કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી અને રસ્તા પર ખોદકામ કરી અધૂરા મૂકવામાં આવ્યા છે. તો પ્રથમ વરસાદથી જ અનેક રસ્તાઓ જાણે પાણીમાં ગરકાવ થઈ ગયા. ગઈકાલે મોડી સાંજે વરસી પડેલા ધોધમાર વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો સાથે જ રસ્તા અને સોસાયટીઓના રહીશો પરેશાન થયા હતા. સંખ્યાબંધ વાહનો પાણીમાં બંધ પડી જતાં અધવચ્ચે લોકો અટવાયા હતા, જેને કારણે ઠેરઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.