મહેસાણાના કડી તાલુકાના દેઉસણા ગામના ખેતરની ઓરડીમાથી યુવાનની લાશ મળી આવી હતી. યુવાનની લાશ પોતાના ખેતરની ઓરડીમા દાટેલી હાલતમા મળી હતી. આસપાસના વિસ્તારમાં દુર્ગંધ આવતા તપાસ કરતા લાશ મળી હતી. મૃતક યુવાન 30 ડિસેમ્બરના રોજથી ગુમ હતો. ઘટનાની જાણ થતાં કડી પોલીસ ઘટના સ્થળે પોહચી ગઇ હતી. FSL, ડોગ સ્કોડ બોલાવી હત્યાની આશંકા સાથે તપાસ હાથ ધરી હતી. મહેસાણા ડીવાયએસપી એલસીબી, એસઓજી ઘટના સ્થળે પહોંચી હતી. પત્ની એજ પતિની હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.