સુરતના ડિંડોલી નજીક યુવકની હત્યા, પોલીસ તપાસ શરૂ
સુરતના ડિંડોલીની માનસી રેસિડન્સી પાસેની આ ઘટના બની છે. ડિંડોલી વિસ્તારમાં એક યુવકની લાશ પડી હોવાનું પોલીસને જણાવવામાં આવ્યું હતું. જેને પગલે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ તપાસમાં ખૂલ્યું કે, મરનાર યુવકનું નામ અભિષેક વામનવાન છે. તેના પરિવારજનોને તેના વિશે જાણ કરવામાં આવી હતી. જોકે, કયા કારણોસર તેની હત્યા કરવામાં આવી છે તેની માહિતી હજુ મળી નથી.