ઝી 24 કલાકના અહેવાલ બાદ વાવના કુંડાળીયા ફાંગડી માઇનોર કેનાલ ઉપર નર્મદા નિગમના અધિકારીઓ પહોંચ્યા હતા. આજે કુંડાળિયા માઇનોર કેનાલમાં 25 ફૂટનું ગાબડું પડતાં ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતા. નર્મદા નિગમના અધિકારીઓએ તૂટેલી કેનાલનું નિરીક્ષણ કર્યું હતું. નર્મદા નિગમ દ્વારા તૂટેલી કેનાલનું સમારકામ હાથ ધરાશે.