સુરતમાં માથાભારે તરીકે છાપ ધરાવતા સૂર્યા બંગાળીએ તેના પંટરો દ્વારા બર્થ ડે સેલિબ્રેશન જાહેર રસ્તા ઉપર કરવામાં આવ્યું હતું. ભાઈ તરીકે છાપ ધરાવતા સૂર્યા બંગાળીની બર્થ ડે મનાવવા માટે ઢોલ નગારા સાથે મધરાત્રે સરઘસ કાઢવામાં આવ્યુ હતું. જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. મોડી રાત્રે આવી રીતે બર્થ ડે સેલિબ્રેશનના કારણે પોલીસ જાહેરનામાનો ભંગ થયો છે. પોલીસે વાયરલ વીડિયો અને ફોટાઓ પરથી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે.