જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાનું અમરગઢ ગામ અને દેવગઢ ગામના ખેડૂતોની ઊંઘ હરામ થઇ ગઈ છે. કારણ કે ગત વર્ષે સમગ્ર વિસ્તારમાં મગફળીમાં પીલિયા નામનો રોગ આવતા પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો હતો. અને સરકાર દ્વારા સર્વે પણ પૂરો કરવામાં આવ્યો હતો. તે વખતે ખેડૂતોને 91 ટકા વીમો મળવાપાત્ર હોવા છતાં અંતે આ ખેડૂતોને માત્ર 1.48 ટકા જ વીમો જાહેર કરવામાં આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. આ અંગે ખેડૂતોએ હાઈકોર્ટમાં ફરિયાદ કરી છે.